•ભાઈઓના ઠપકાથી અંધકનું તપ કરવું અને વરદાન મેળવીને ત્રિલોકીને જીતીને સ્વેચ્છાચારમાં પ્રવૃત્ત થવું, એના મંત્રીઓ દ્વારા શિવ-પરિવારનું વર્ણન, પાર્વતીના સૌંદર્ય પર મોહિત થઈને અંધકનું ત્યાં જવું અને નંદીશ્વર સાથે યુદ્ધ, અંધકના પ્રહારથી નંદીશ્વરની મૂર્ચ્છા, પાર્વતીના આહ્વાનથી દેવીઓનું પ્રગટ થઈને યુદ્ધ કરવું, શિવનું આગમન અને યુદ્ધ, શિવજી દ્વારા શુક્રાચાર્યનું ગળાઈ જવું, શિવની પ્રેરણાથી વિષ્ણુનું કાલીરૂપ ધારણ કરીને દાનવોના રક્તનું પાન કરવું, શિવે અંધકને પોતાના ત્રિશૂળમાં પરોવ્યો અને યુદ્ધની સમાપ્તિ